માનાં દર્શન સાથે હવે અંબાજી બનશે ગુજરાતનું નવું પ્રવાસન સ્થળ

Wednesday 20th September 2023 07:00 EDT
 
 

અંબાજી: કરોડો ભક્તોની શ્રદ્ધાના કેન્દ્ર અંબાજીમાં આગામી 25 થી 50 વર્ષમાં શ્રદ્ધાળુઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખી રાજ્ય સ૨કા૨ મંદિ૨ની સાથે સાથે અંબાજીને એક પ્રવાસન સ્થળ તરીકે વિકસાવી રહી છે. વર્ષે લગભગ 1 કરોડ અને ભાદરવી પૂનમના મેળામાં 35 લાખ માઈભક્તો દર્શન કરવા આવે છે.
વધતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખી અંબાજીમાં નવું ટૂરિસ્ટ ફેસિલિટી સેન્ટર, સંસ્કૃત પાઠશાળા, મંદિ૨ ૫૨ કાયમી રોશની, નવું બસ સ્ટેન્ડ, માંગલ્ય વન, નેચરલ એજ્યુકેશન કેમ્પ સાઇટ, નેચરલ ટ્રેઈલ ઈન્ટરપ્રિટેશન સેન્ટર સહિતનાં આકર્ષણો ઊભાં કરાઈ રહ્યાં છે. 358 સુવર્ણ કળશ ધરાવતા, ભારતના એકમાત્ર શક્તિપીઠમાં શિખરની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. આગામી સમયમાં મંદિર શિખર નીચેની પેટી, સભામંડપ ઉપરના મુખ્ય ઘુમ્મટ તથા નાની ઘુમ્મટવાળી ત્રણ ચોકીઓ, નૃત્યમંડપ પણ સુવર્ણમય કરાશે. અંબાજીની આજુબાજુ આવેલા મંદિરો કોટેશ્વર મહાદેવ, શ્રી કામાક્ષી મંદિર અને શ્રી કુંભારિયાજી જૈનતીર્થ સહિત અન્ય ધાર્મિક સ્થળોનો પણ વિકાસ કરાઈ રહ્યો છે. અંબાજીમાં વિવિધ સ્થળોએ પ્રતિમાઓ પણ લગાવાશે.
23ખી 29 સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમના મહામેળો યોજાશે, જેને ધ્યાને રાખી તંત્ર અને અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. અંબાજી આવતા તમામ માર્ગો પર અનેક પ્રકારની સુવિધા ઊભી કરવામાં આવી છે, જેથી અંબાજી આવતા તમામ શ્રદ્ધાળુઓને કોઈપણ અગવડતા ન સર્જાય.


comments powered by Disqus